Oakland Zoo

ઓકલેન્ડ ઝુ એ ૧૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલો કલીફોર્નીયામાં આવેલુ પ્રાણી-સંગ્રહાલય છે. અમારા ઘરથી ૩૮ માઈલ (૬૧ કિમી) દુર આવેલું છે એટલે અમારા ઘરથી પહોચતા ૪૫ મિનીટ થાય. પ્રાણી સંગ્રહાલય સવારે ૧૦ થીસાંજે ૪ સુધી ખુલ્લો રહે અને ત્યાના પ્રાણીઓને પ્રમાણમાં કુદરતી રીતે રાખવામાં આવે છે. પ્રીત અહી આવ્યો છે એના કારણે અમને આવી બધી જગ્યાએ જવાની વધારે મજા પડે છે. અમે સવારે ૧૦ વાગે પહોચી ગયા હતા અને ૪ વાગે બહાર નીકળ્યા હતા. આખું પ્રાણી-સંગ્રહાલય ફરી વળ્યા હતા! પણ ખુબ મજા આવી હતી.
અહી કોઈ પણ પાર્ક કે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો સૌથી પહેલા નકશો આપે અને એ નકશા પરથી તમે નક્કી કરીને પાર્કમાં ફરી શકો. અમને સૌથી વધારે કુતુહલ તો જિરાફ અને ઝીબ્રા જોવાનું હતું! ત્યાં નાનકડો રોપ વે પણ હતો જેમાં અમે બેસીને પાર્કને ઉપરથી જોયો હતો.
અને પછી એક પછી એક બધા પ્રાણી અને પંખીઓ અને જીવજંતુઓ જોયા હતા.

2015_ADA_Map1_Page_1.png
Enter a caption

પ્રાણી સંગ્રહાલયનો નકશો

અમારી ટુરના ફોટા: https://goo.gl/photos/hHtvne6j9aUm2YWq9

આ ફોટામાં તમે જોઈ શકશો કે અમે ત્યાર પછી સાન ફ્રાન્સિસ્કો ગયા હતા. ત્યાની પ્રખ્યાત ‘ગીરાર્ડેલી’ નો આઈસક્રીમ ખાધો હતો પછી રસ્તામાં એક સ્કેચ અર્ટીસ્ત પાસેથી પપ્પા-મમ્મી અને પ્રીતનું સ્કેત્ચ દોરાવ્યું હતું.

Monterey Whale Watching

આજે(30 એપ્રિલ 2017) અમે સવારે 11 વાગ્યાની આસપાસ મોન્ટરે બે જવા નીકળ્યા. મોંરટે બે એ પેનીંસુલા છે જે પેસિફિક મહાસાગરનો કિનારો છે જે અમારા ઘરેથી 60 માઈલ(96 કિમી) છે.


ઉપર અમારું ઘર છે અને લાલ પીન છે એ મોન્ટરે બે

અત્યારે અહીં ગરમીની શરૂઆત થઈ, આ સમયે સી-લાયન (સી માછલી) મોન્ટરે બેના કિનારે આવીને બ્રિડિંગ(બચ્ચાંને જન્મ આપે) કરે. આ બચ્ચાંઓ જોવા માટે તમારે કિનારેથી બોટ કરીને જોવા જવું પડે. પ્લાન પ્રમાણે અમે ક્યાકિંગ (હલેસા વળી બોટ) કરીને સિ-લાયન (સી માછલી) નજીકથી જોવાનો હતો. પણ અમે ત્યાં પહોંચ્યા અને પપ્પાએ કયાકીંગ કરવાની ઈચ્છા માંડી વાળી એટલે અમે બીજું શું કરી શકાય? એની ચર્ચા શરૂ કરી.

whale (3)
સી માછલીના ઢગલા

અને અનુજે સરસ રસ્તો સુચવ્યો. એજ કિનારેથી મોટી બોટ મધદરિયે લઇ જાય અને વ્હેલ વૉચિંગ કરાવે. અને અત્યારે વ્હેલ જોવાના 60% તક વધારે હોય. બિંગો!
વહેલને ઠંડા પાણીમાં રહેવું અને ખાવું ખુબ ગમે એટલે આ વિસ્તારમાં હમેશા જોવા મળે કારણકે પેસિફિક મહાસાગરનું આ વિસ્તારનું પાણી ખુબ જ ઠંડુ હોય છે. આ વ્હેલ માછલીઓ એમના બચ્ચાને જન્મ આપવા મેક્સિકો ના દરિયાકિનારે જાય કારણ કે નાના બચ્ચાં આટલા ઠંડા પાણીને સહન ના કરી શકે. બચ્ચાં મોટા થાય પછી લગભગ ૬૦૦૦ માઈલ જેટલું અંતર કાપીને વ્હેલ માછલીઓ અહી આવે.
પછી મોબાઈલથી અનુજે બુકીંગ કરાવ્યું. અમે ઘરેથી લાવેલો નાસ્તો કરી 2 વાગ્યાની બોટમાં બેઠા.
એક કલાક જેટલી બોટ ચાલી અને અમે મધદરિયે પહોંચ્યા. એકદમ ઠંડો પવન અને વાદળી પાણી અને અફાટ દરિયો.. રસ્તામાં જતા 2 વ્હેલ જોયી.

આ વિસ્તારમાં ૬ અલગ અલગ પ્રકારની વ્હેલ અને ૪ પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે જેમનો ફોટો નીચે છે.
whale (1)
અમે રસ્તામાં હમ્પબેક વ્હેલ જોયી. ખૂબ ખુશ થયા.
વ્હેલ નજીકમાં દેખાય એટલે અમારાં ઈન્સ્ટ્રક્ટર બોટ ઉભી રાખે પછી અમને દેખાડે અને વ્હેલ વિશે માહિતી આપે.
પછી અચાનક અમારી બોટની સ્પીડ વધી અને સામે દૂર બહુ બધી ગતિવિધિઓ દેખાઈ.
નજીક ગયા તો એક સાથે 8-9 કિલર વ્હેલ અને 2 હમ્પબેક વ્હેલ ઉછળ-કુદ કરતી હતી. અમે ખુશ થઈ ગયા. અમને લાગ્યું કે બધા એકસાથે રમતા હશે પછી ઈન્સ્ટક્ટર અને બોટના ડ્રાઇવર દોડતા બહાર આવ્યા અને અમને કીધું કે નેશનલ જયોગ્રાફીવાળા જેને જોવા 3 વર્ષથી મથે છે એ જોઈ રહ્યા છીએ આપણે!
એમાં એવું હતું કે કિલર વ્હેલ એ સૌથી મોટી પ્રિડેટર માછલી છે જે બધી માછલીનો શિકાર કરે. આવી 7-8 કિલર વહેલો ભેગી થઈને હમ્પબેક વહેલના બચ્ચાંને મારવાનો પ્રયત્ન કરતી હતી. અને હમ્પબેક વહેલના બચ્ચાંની માં એને બચાવતી હતી. બંને વહેલને શ્વાસ લેવા માટે ઉપર આવવું પડે એટલે હમ્પબેકની માં એના બાળકને બચાવે અને વારે વારે હવામાં ઉપર લાવે કે બચ્ચું શ્વાસ લઈ શકે અને પછી પોતાને પણ શ્વાસ લેવાનો છે એનું ધ્યાન રાખે.
અને કિલર વહેલો એ બંને માં-બચ્ચાંને ઉપર ભાર દઈને નીચે પાણીમાં ડૂબાળવાનો પ્રત્યન કરે.
વ્હેલોને એમનાં દાંત બહુ વ્હાલા હોય એટલે એ લોકો બચકું જલ્દી ના ભરે પણ હમ્પબેક વહેલને નીચે દબાવીને શ્વાસ બંધ કરાંવાનો પ્રયત્ન કરે કે જેથી એ વહેલ શ્વાસ રૂંધાઇને મરી જાય અને પછી નીચે ખેચી લઇ જઈને એને ખાઈ જાય. એટલે ૭-૮ કીલર વ્હેલએ હમ્પબેક વ્હેલને લગભગ ૨ કલાક સુધી મારવાના પ્રયત્નો કર્યા અને અમે બધાએ એ જોયું. ધીમે ધીમે બીજી પણ બોટ આવીને ફરતે ગોઠવાઈ ગઈ.
whale (4)
છેલ્લે ૨ કલાકની મહેનત પછી હમ્પબેકનું બચ્ચું અને એની માં બચી શક્યા અને બધી કીલર વ્હેલો થાકીને જતી રહી. બધા બહુ ખુશ થયા અને તાળીઓ પાડી 🙂
૨ કલાક મહેનત કરી, જીવન માટે એકલી જજુમી પણ હમ્પબેક વ્હેલે પોતાના બચ્ચાંને બચાવી જ લીધું 🙂 🙂
whale (5)
ખુબ જ ખુશ થયા અમે કે અચાનક જ નક્કી કરેલી આ ટ્રીપ કેટલી અદ્ભુત રહ્યી! ખુબ જ દુર્લભ ઘણી શકાય એવી ક્ષણો અમે આજે માણી 🙂
છેલ્લા ૧૦ દિવસમાં આ પાંચમો આવો કિસ્સો બન્યો છે. કોઈકના ડ્રોનમાં ઉતારેલો વિડીયો : Killer whale kills humpback whale
અમે ઉતારેલી વિડીયો : Fight between Humpback whale and killer whale

Canvas Painting workshop at home

અહી આવ્યા પછી અનુજની કોલેજમાં ભણતા મિત્રોને મળવાનું થયું. તૃપ્તિ, આશિષભાઈ, વિનય ભાઈ, ધરા, વિવેક, કૃપાલી, ધ્વનિલભાઈ, શિવાની, રીચા અને રોહનભાઈ. અમારી પહેલી મુલાકાત ડીસેમ્બર ૨૦૧૫ માં થઇ અને પછી તો અમને બધાને સાથે રહેવાની, ફરવાની ખુબ મજા આવવા લાગી. અમે બધા ખુબ સારા મિત્રો બન્યા 🙂 તૃપ્તિની દીકરી આર્યાનો જન્મ પણ થયો અને અમારા ગ્રુપમાં રમકડું શામેલ થયું.

અમે બધાએ ૧૦ દીવસ પહેલા જ બધી છોકરીઓએ ભેગા થઈને વુંમંસ ડે ઉજવ્યો. મારા ઘરે ભેગા થઈને ગરબા કર્યા, ગીતો ગાયા, વાતો કરી. ટુકમાં ખુબ મજા કરી.  મારી મમ્મી અને પ્રીત અહી આવ્યા. તૃપ્તિના મમ્મી ઈલાઆંટી અહી આવ્યા. મારે વેકેશન પડ્યું અને તૃપ્તિએ પણ વેકેશન લીધું અને વીકેન્ડમાં અમે બધા નવરા થયા 🙂 એટલે અમે કેનવાસ પેન્ટિંગનો વર્કશોપ મારા ઘરે રાખ્યો.  શિવાની ખુબ જ સરસ કેનવાસ પેન્ટિંગ કરે છે જેના નમુના અમે એના ઘરે ગયા ત્યાંરે દરેક દીવાલ પર જોયા 🙂 એટલે અમે પ્લાન બનાવ્યો અને આજે(૧ અપ્રિલ ૨૦૧૭) બપોરે ૨ થી સાંજના ૭, વર્કશોપનું આયોજન કર્યું 🙂

હું બધા માટે કેનવાસ લઇ આવી, બધા કલર અને પીછીઓ લઇ આવ્યા અને પછી શરુ થયું અમારું દોરવાનું કામ. શિવાનીએ ખુબ જ શાંતિથી અને પ્રેમથી અમને બધાને શીખવાડ્યું અને રંગો સાથે રમતા શીખવ્યું 🙂
અલગ અલગ રંગો કેવી રીતે વાપરવા, પીંછી કેમ વાપરવી, જેવી ઘણી બધી નાની નાની બાબતો શીખ્યા. પ્રીત અને મમ્મીએ પણ ભાગ લીધો અને મને વિશેષ આનંદ એ થયો કે મમ્મીએ ઘણા વર્ષો પછી પેન્ટિંગ કર્યું અને એ પણ ખુબ જ સુંદર 🙂

અમારા  કેનવાસ પેન્ટિંગ પુરા થયેલા જોઇને અમે ખુબ ખુશ થયા 🙂 શિવાનીના ખુબ ખુબ આભારી છીએ. મે પહેલી વખત 3D કેનવાસ પેન્ટિંગ કર્યું 🙂

અમારાં આજના યાદગાર દિવસની કેટલીક ક્ષણો મે કેમેરામાં કેદ કરી તેની થોડીક ઝલકો 🙂

IMG_2970

બધા કેટલા બધા મગ્ન છે ? 🙂

મારું અને ધરાનું 3D પેન્ટિંગ

મમ્મી અને કૃપલીનું શેડિંગ પેન્ટિંગ

પ્રીત, તૃપ્તિ અને રિચાનું 2D પેન્ટિંગ

IMG_3017

અમારા ગુરુ શિવાની સાથે 🙂

IMG_3021

ખુબ ખુબ આભાર શિવાની 🙂
(કોઈને પણ શિવાની પાસેથી પેન્ટિંગ શીખવું હોય તો મને સંપર્ક કરી શકે છે )

 

 

 

 

 

Pina Colada

img_2962

The piña colada is a sweet cocktail made with rum, coconut cream or coconut milk, and pineapple juice, usually served either blended or shaken with ice. But I tried virgin pina coloda and it needs only 4 ingredients.

Ingredients
Pineapple pieces – 1 cup
Coconut milk – 1 cup
Sugar – 1 tbsp (You can add more as per your taste)
Ice – 1 cup

Method
Combine everything in blender and mix with crushed ice until smooth.

and Serve! 🙂

img_2948

 

 

 

Hear2read

logo

અત્યારે હું એક રસપ્રદ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છું. અહી ચાલતાં અમારા ગ્રંથ-ગોષ્ઠી ગ્રુપ વિષે તો મે અગાઉ વાત કરેલી. મહેન્દ્ર મહેતા આ ગ્રંથ-ગોષ્ઠી ચલાવે છે અને વર્ષોથી પાલો આલ્ટો, કેલીફોર્નીયામાં રહે છે. તેમના એક મિત્ર સુરેશ બજાજ hear2read પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

શું છે આ hear2read? – Android Text To Speech (TTS) App for Indian languages. એવી એન્ડ્રોઇડ એપ કે જે ભારતની પ્રાદેશીક ભાષામાં વાંચી સંભળાવે.
તમને થશે એમાં શું? પણ સુરેશ બજાજ અને એમના બીજા ૪ સાથી જે carnegie mellon university સાથે સંકળાયેલા છે, ભેગા મળીને આ એપ એટલા માટે બનાવી રહ્યા છે કે આંધળા લોકો પોતાની માતૃભાષામાં પુસ્તકો/સમાચાર વાંચી શકે!

નડિયાદમાં હતી ત્યારે પતંજલિ ચિકિત્સાલય ચલાવનાર મારા મિત્ર સુધા પટેલને (કે જેઓ જન્મથી અંધ છે) મે આવી જ TTS એપ વાપરતા જોયેલા પણ તે એપ હતી અંગ્રેજીમાં! (સુધાબેન લેટેસ્ટ ફોન અને લેપટોપ હજુ પણ વાપરે છે!) પણ એ બધું કોઈએ પ્રાદેશીક ભાષા માટે કર્યું નથી. IIT મદ્રાસને ભારત સરકારે કરોડો રૂપિયા આપ્યા પણ કોઈ આ કામ કરી શક્યું નહિ!
સુરેશ બજાજ અને એમની ટીમ કોઈ પણ પ્રકારના સરકારની મદદ વગર આ કામ કરી રહી છે. તેમણે ૭૫૦૦૦ $ તો ખર્ચી નાખ્યા છે. આ એપ મરાઠી, તમિલ અને તેલુગુ ભાષા માટે એપ સ્ટોર પર અવેલેબલ છે અને બીજી ભાષા માટે એ લોકો કામ કરી રહ્યા છે.

hear2read એપ કેવી રીતે બની?
હું ટુકમાં આ એપની પદ્ધતિ વિષે કહેવા માંગું છું. દા.ત. ગુજરાતી ભાષામાં જો એપ બનાવી હોય તો સૌથી પહેલા ગુજરાતી ભાષા બોલનાર કોઈ વ્યક્તિ શોધવું પડે. ૧૦૦૦૦ થી પણ વધુ અલગ અલગ ગુજરાતી વાક્યો બનાવેલો એમનો ડેટાસેટ તૈયાર કરવો પડે. પછી એ બધા વાક્યોનું વાંચન કરવાનું. વાંચનનો નિયમ એ કે એમાં કોઈજ ભાવ નહિ ઉમેરવા. ત્યારબાદ આ બધા વાક્યો મશીનમાં નાખવામાં આવે એટલે કે વાક્યોની text અને એનો રેકોર્ડ કરેલી speech બંને , પછી મશીનને ટ્રેન કરવામાં આવે જેને  Machine learning કહેવાય અને એમાંથી સિન્થેટિક વોઈસ જનરેટ થાય અને પછી એની એપ બને જે ગુજરાતી ની કોઈ પણ text ને speech માં કન્વર્ટ કરી આપે.
બધા જ પ્રકારની ટેકનોલોજી એમને તૈયાર કરેલી છે પણ સૌથી અઘરું કામ છે વોલેન્ટીયર શોધવાનું.
ગુજરાતી ભાષાની એપનું કામ ક્યારનુંય અટકેલું છે કેમ કે કોઈ ગુજરાતી રીડર મળતા નથી! છેલ્લે એમનો ભેટો મારી સાથે થયો! મને પહેલા ૪૦૦ વાક્યો આપવામાં આવ્યા અને એનું પઠન એકદમ પ્રોફેસ્સ્નલ રીતે સ્ટુડિયોમાં કરવામાં આવ્યું. કેટલા બધા રીટેક પછી ૪૦૦ વાક્યોનું રેકોર્ડીંગ થયું.પછી એ આખું રેકોર્ડીંગ મને આપવામાં આવ્યુ. મારે એમાંથી ૪૦૦ વાક્યો અલગ કરવાના(એમના એક સોફ્ટવેરથી) + ગુજરાતીના જે વાક્યો લખીને મને આપ્યા હોય એની જોડણી પણ સુધારવાની. આ બધું થતા ૧૫ દિવસ થાય! પછી આ બધા વાક્યો મશીનમાં જશે અને એમાંથી સિન્થેટીક વોઈસ બનશે અને એનાથી ગુજરાતીની text થી speech ની એપ બનશે 🙂

નોંધ : આ એપ તમને એપસ્ટોર પર સરળતાથી મફતમાં મળી જશે( અત્યારે મરાઠી,તમિલ અને તેલુગુ માટે મળશે)
વધારે જાણવા માટે : www.hear2read.com 
ન્યુઝ: http://www.cmu.edu/news/stories/archives/2016/august/hear2read.html

મને ખુબ આનંદ થશે કે મારી આ નાનકડી મદદથી હજારો આંધળા લોકો ગુજરાતી પુસ્તકો વાંચી શકશે 🙂

Coconut Cupcake

Who doesn’t love cup cakes? ! I love the tiny little version of a cake :D. I tried this coconut flavored cup cake on my mother-in-law’s birthday with cream cheese frosting. It was super tasty and moist. Let me be honest, I learned this recipe from here. this will make 12 cup cakes.

coconut-cupcake-2

Ingredients

All purpose flour (Maida) – 1.5 cup (200gm)
Powdered sugar – 1 cup (200 gms)
Desiccated coconut- 1/4 th cup (20 gms)
Baking Powder – 1 tsp
Baking Soda – 1/2 tsp
Vinegar – 1 tsp
Vegetable oil – 60 ml
Vanilla extract – 1 tsp
Coconut Milk – 240 ml

For Frosting

Cream Cheese – 120 gm
Icing sugar – 150 gm
Vanilla extract – 1 tsp
Unsalted butter – 50 gm
Coconut flakes for decoration

Method

In a bowl add 1 1/2 cups of plain flour, 1 tsp of baking powder, 1/2 tsp of baking soda and sieve it together. Add 20gms of Desiccated Coconut and mix it.In a large mixing bowl, add 200gms of Sugar, 60 ml of Vegetable Oil and beat this together

Now add 1 tsp of Vanilla extract, 240 ml of Coconut milk and mix it well. Now mix the wet and dry ingredients together and  add 1 tsp of Vinegar and mix it again.

Preheat the Oven at 180 C/ 355F.
Take an Icecream Scoup or 2 tbsp to fill the Cupcakes
Bake it for 18 to 20 minutes.

For Frosting

Take 50 gms of unsalted butter in a bowl, add 120 gms of Cream cheese, beat this together and now add 150 gms of Icing Sugar and beat it again. Add 1 tsp of Vanilla essence and beat it for 5 minutes. Take out the Cupcakes from the oven and let it cool. Put the Icing in an Icing bag and Ice the Cupcakes.

Decorate the Cupcakes with some desiccated Coconut and some sprinkles.

coconut-cupcake-16
Hows it? 🙂

And the cup cakes are ready! 🙂

Fada Khichdi

Fada khichdi is made with nutritious broken wheat and yellow moong dal simmered with vegetables and spices, this dish is quite wholesome and does not even require any grand accompaniments.

fada-khichdi-9

Ingredients:

Broken wheat (Fada) – 1 cup
Yellow moong dal (split yellow gram) – 1/2 cup
Ghee – 1/2 cup
Peanuts (sing) – 1/2 cup
Curry leaves (limdo) – 12 to 15
Bay lead ( tamalpatra) – 1
Cinnamon sticks(taj)  – 2 to 3
Cloves(laving) – 5 to 6
Cumin seeds (jeera) – 2 tsp
Mustard seeds (rai) – 2 tsp
Asafoetida (hing) – pinch
Ginger-green chilli-garlic paste – 2 tbsp
Onions (chopped) – 2 medium
Potatoes (chopped) – 2 medium
Green peas – 1/2 cup
Carrots (chopped) – 1/2 cup
Tomatoes (chopped) – 2 medium
Red chilli powder – 2 tsp
Turmeric powder (haldi) – 2 tsp
Coriander-cumin seed powder – 2 tsp
Garam masala – 1 tsp
salt – 2 tsp
water – 3 1/2 cups

Method

Wash and soak the broken wheat and moong dal in enough water.
Heat the ghee in a pressure cooker and add the cinnamon, cloves, cumin seeds, mustard seeds, peanuts, curry leaves and asafoetida.

When the seeds crackle, add all the vegetables like potatoes, onions, tomatoes, carrots, peas and mix well.
Add all the spices – 2 tsp red chilli powder, 2 tsp turmeric powder, 1 tsp garam masala, 2 tsp salt and mix very well.

Now add 1/2 cup moong dal and 1 cup fada and 4 cups of water. (Remember: for fada- calculate water quantity by multiplying with 2.5 cups. Ex: If you have taken 1 cup fada then use 2.5 cups of water. I used 1 cup water for 1/2 cup moong dal) Mix well and pressure cook for 3 to 4 whistles on medium flame.

Allow the steam to escape before opening the lid.
Garnish with coriander and serve hot with fresh curds/butter milk.

fada-khichdi-8

And healthy, delicious and one pot dish is ready! 🙂

ફ્લોરીડાની મુલાકાતે

 મારે કોલેજમાં ક્રિસમસ વેકેશન પડ્યું અને અનુજને પણ ઓફિસમાં રજા હોય એટલે અમે રીમ્પલના ઘરે ડેલાવર જવાનું નક્કી કર્યું. ૨૪ ડીસેમ્બર થી ૪ જાન્યુઆરીની અમે ટીકીટ કરાવી. મારે પરીક્ષા જલ્દી પૂરી થઇ ગઈ એટલે હું ૧૩મી તારીખે રીમ્પલના ઘરે પહોચી ગઈ! જીલ-પ્રીત જોડે ખુબ રમી. રીમ્પલ જોડે ખુબ ફરી, ઢગલાબંધ નાસ્તા, જમવાનું બનાવ્યું. છોકરાઓને રમાડવામાં દિવસ ક્યાં પસાર થયી જતો એ ખબર જ ન પડતી. અનુજ આવ્યો ૨૪ મીએ, પછી અમે અચાનક જ ફ્લોરીડા જવાનું નક્કી કર્યું. વિમાનની ટીકીટો મોંઘી હતી એટલે એક જ દિવસમાં જીજાજી મોટી ૭ સીટવાળી વાન ભાડે કરાવી આવ્યા અને ૨૫ મીએ સવારે ૫ વાગે અમારી સફર આરંભાઈ!
ડેલાવરથી ફ્લોરીડા ૧૫ કલાક અને બીજા ૩ એમાં ૧૮ કલાક અમે ગાડીમાં પસાર કર્યા. ભારતની જેમ એક સીટ પાડીને ગાદલું પાથર્યું હતું કે બાળકો સુઈ શકે (હમ નહિ સુધરેંગે! હાહા) મે કરેલી પહેલી long drive. અનુભવ સરસ રહ્યો. બાળકોને વ્યસ્ત રાખવાની ઘણી બધી કળાઓ વિકસાવી. અને અમે ઘણો લાંબો સમય એકબીજા સાથે શાંતિથી વાતો કરી શક્યા! રાત્રે ૧૨ વાગે અમે વિશાલમામાના ઘરે પહોચ્યા.
બીજા બધા રાજ્યો કરતા ફ્લોરીડા ખુબ જ સસ્તું, એટલે કે ૪ બેડરૂમનો આલીશાન બંગલો કેલીફોર્નીયા કરતા અડધી કિમતથી પણ ઓછામાં મળે! ખુલ્લી જગ્યા વધારે લાગે! વાતાવરણમાં ભેજ રહે એટલે ભારતમાં રહેતા હોય એમ લાગે. ગરમી પણ સારી પડે. પણ અમેરિકામાં એક કહેવત છે જે બધે જ સાચી કે અમેરિકામાં ૩ W નો ભરોસો ના કરાય. wife ,Weather અને Work . અમે અહી અનુભવ્યું કે એક દિવસે પરસેવો થાય એટલી ગરમી અને બીજે દિવસે થથરી જવાય એટલી ઠંડી!
અમારી સાથે બાળકો હતા એટલે આશય બધાજ થીમ પાર્ક ફરવાનો વધારે હતો અને ફર્યા પણ. છોકરાઓ સાથે થીમ પાર્ક જોવાની મજા ખુબ જ આવે આપણે એમના જેટલા જ બની જઈએ એ આપણને ખબર જ ના પડે! 🙂

Theme park વિષે: એક મનોરંજન પાર્ક(amusement park) અથવા થીમ પાર્ક એટલે કે સંખ્યાબંધ મનોરંજન ,આકર્ષણ, સવારી (Rides) અને લોકોના ટોળાનો સમન્વય! મોટાભાગે બાળકોને મજા આવે એવા કાર્ટુન કે રમકડાનો થીમ પાર્ક હોય. 

Day 1: Busch Garden (બુશ ગાર્ડન)

ગાર્ડન વિષે: ફ્લોરીડાના ટેમ્પા શહેરમાં આવેલો ૩૩૫ એકર વિસ્તાર ધરાવતો આફ્રિકન પ્રાણીઓનો થીમ પાર્ક છે. પાર્કની ફી ૮૨$ છે! આટલી મોંઘી! હા, અહી દરેક પાર્કમાં આટલી ફી હોય જ! ઓનલાઈન ઘણી ઓફર મળે. એકસાથે ૬ ટીકીટ કરાવો તો થોડી સસ્તી પડે. ઓનલાઈન સસ્તી ટીકીટ શોધી બુક કરાવાનું કામ અનુજનું :D. આ પાર્કને seaworld વાળા ચલાવે છે. seaworld વિષે આગળ જોઈશું.

f808b11fd86d49b286fb06002aa9e750_2016-22-02-bgt-english_2000x1296.jpg
આવી રીતે દરેક પાર્કનો નકશો આપે- અને નકશા ઉપરથી દરેક જગ્યા જઈ શકો.

ગોરિલા

busch-1
busch gardenનું entrance

હાથી અને મગર

ત્યાં અલગ અલગ કાર્ટુનના બાબલા હોય એવા રૂમ હોય એમાં જવાનું અને એ બાબલાઓ જોડે ફોટા પડાવાના. છોકરાઓને મજા પડે!

ક્રિસમસના સમયે ગયા હોવાના કારણે બહુજ સુંદર ડેકોરેશન જોવા મળ્યું. એક થીએટરમાં  સ્નો સ્કેટનો શો જોવાની ખુબ મજા પડી.

ઝાડ ઉપર રોશની કરીને આખું ક્રિસમસનું ગામ બનાવેલું. ત્યાં જોરદાર રોલર કોસ્ટર રાઈડઝ હતી. અમે એક રાઈડમાં બેસવા માટે ૧.૫ કલાક લાઈનમાં ઉભા રહ્યા હતા! તે વખતનો ફોટો!

કેટલું મોટું ક્રિસમસ ટ્રી!

busch  (2).jpg

ત્યાં પક્ષી અને પ્રાણીઓનો શો હતો. કેટલી અદ્ભુત રીતે જાનવરો તાલીમ લઇ શકે છે એ સાફ જોઈ શકાય! એક પછી એક અલગ અલગ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ આવે અને એમના ટ્રેનરો કહે એ પ્રમાણે દાવ દેખાડે !

 

 

 

નવો પ્રયોગ

l

Bethak-Vachikam-Dipal patel મિત્રો , ઘણા વખતથી વિચાર આવતો હતો કે પુસ્તક પરબના હેતુ ને સિદ્ધ કરવા શું કરવું ,પરબમાં પુસ્તકો તો આપ્યા નવી ટેકનોલોજી દ્વારા બ્લોગમાં પુસ્તકો મુક્યા પણ આપણા વડીલો ઉમર સાથે વાંચી ન શકે ત્યારે શું કરવું ?માટે ઓડીઓ બનાવી સારા પુસ્તકો વડીલોને સાંભળવા આપવા તો, દીપલબેન ની મદદ થી આ ઓડીઓ આજે […]

via નવા વર્ષમાં “બેઠક”સહર્ષ રજૂ કરે છે.વાચિકમ — “બેઠક”