Kitchen Tips

 • હમણાં મારા એક મિત્ર છે એમના કુકિંગ ક્લાસમાં ગઈ હતી. તેઓ માસ્ટર શેફમાં જઈ આવેલા છે અને હૈદરાબાદમાં કુકિંગ કલાસ કરાવતા.
  એમની પાસેથી એક ટિપ્સ જાણી જે મને ખુબ ગમી અને કામ લાગે છે.
  આપણે બધા આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવીએ છીએ અને એ પેસ્ટ 4 દિવસમાં જ વાપરી દેવી પડે છે. અને ફરી પાછી બનાવવી પડે છે.
  તો એમાં એવું કરવાનું કે આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી એક થાળી ઉપર આપણે જેમ વડીઓ પાડીએ એમ પાડીને ફ્રીઝરમાં મૂકી દેવાનું. બીજા દિવસે એ વડીઓને ઝીપલોક બેગમાં ભરી દેવાની.
  મહિના સુધી વાપરી શકાય છે અને સ્વાદમાં કોઈ ફરક પડતો નથી.
  અને જ્યારે પણ વાપરવી હોય તો તેલ કે ઘી ગરમ કરી સીધી આ ફ્રોઝન વડીઓ જ નાખી દેવાની!
 • આમતો ભારતમાં બધી મમ્મીઓ સવારે દાળ ભાત શાક રોટલી કરતી જ હશે. પણ નોકરી કરતી બેનોને વધારે કામ લાગશે એટલે જણાવી રહી છું.
  હું રોજ સવારે મારું ટિફિન બનાવી દઉં છું. પહેલા બપોરે 12 વાગે બનાવતી. એનાથી થતું તું એવું કે 12 વાગે ભૂખ લાગી હોય અને ઉતાવળમાં શાક ને રોટલી બનાવું અને ફટાફટ જમી લઉ તો એટલી મજા નતી આવતી.
  એટલે હવે સવારે કામ પતાવીને એક શાક, દાળ,રોટલી અને સલાડ બનાવીને ટીફીનમાં ભરી દઉં છું.
  દરરોજ અલગ અલગ દાળ (મગ, તુવેર, અડદ, મિક્સ, કઠોળ) બનાવું, એક શાક ( એના માટે પાલક, કોબીજ, ફ્લાવર, બ્રોકોલી બધું સમારીને અગાઉથી જ ડબ્બા ભરી દઉં છું) અને રોજ અલગ અલગ શાક કરું, અને 3 નાની રોટલી, સલાડમાં ગાજર, કાકડી, બ્રોકોલી, ટામેટા ભરું.
  30 મિનિટમાં બધું જમવાનું બની જાય છે જો અગાઉથી બધી તૈયારી કરીને મેનુ નક્કી કરી દીધું હોય તો.
  – દરેક અઠવાડિયાનું સવાર સાંજે શુ બનાવીશ એ નક્કી કરેલું હોય છે જેથી એ પ્રમાણે જ ઘરમાં ગ્રોસરી લાવું જેથી કશું બગડે નહીં અને રોજ શુ બનાવું એ પ્રશ્ન ના થાય.
  – બીજી એક ખાસ બાબત એ કરી છે કે સવારે જમવાનું બનાવું એની સાથે ફ્રૂટ્સ સમારીને ડબ્બો ભરી દઉં. તડબૂચ, ટેટી, સફરજન, કેળા, સ્ટ્રોબેરી, નારંગી,કેરી વગેરે.
  એનાથી એ ફાયદો થયો છે કે 4 વાગે ભૂખ લાગે ત્યારે ફ્રૂટનો ડબ્બો તૈયાર હોય એટલે નાસ્તાના ડબ્બા ના ફંફોડાય અને રોજ ફ્રુટ પેટમાં જાય.
  સવારે 10 વાગે તો મારું બપોરનું જમવાનું અને સાંજનો નાસ્તો તૈયાર થઈ જાય છે અને સાંજની જમવાની તૈયારી પણ સવારે કરી શકાય એમ હોય તો કરી દઉં છું જેથી સાંજે સમય બચે!
  આ નાની ટિપ્સથી મને ખૂબ સારું રહે છે અને મને જમવા બનાવામાં અને ખાવામાં આનંદ આવે છે 🙂
  સવારના 11 થી સાંજના 6 સુધી મને ગમતું બધુજ કામ થઈ શકે છે.
  આશા રાખું છું કે તમને મદદ થશે 🙏🏻
 • અઠવાડિયામાં એક દિવસે.. મૉટે ભાગે રવિવારે.. બધા શાક લાવીને સમારી, એર ટાઈટ ડબ્બામાં કાગળમાં લપેટીને મૂકી દેવા. બધા ફળો લઇ આવવા.
  શાક ને બનાવતી વખતે બરાબર ધોવા.
  ફ્રીઝમાં કાયમ, સમારેલા ધાણા, આદુ મરચા લસણની પેસ્ટ રાખવી.
  સાંજે જો ઓળો બનવાના હોવ તો સવારે જ રીંગણને શેકીને માવો તૈયાર કરી દેવો.
  ખીરું માટે અગાઉથી પલાળી દેવાનું ભૂલવાનું નહીં.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s