અતરાપી


ગુર્જર સાહિત્ય ભવન પ્રકાશક
લેખક: ધ્રુવ ભટ્ટ
કીમત : 150
પાનાં : 152

“અતરાપી”
આ વાર્તા એક સારમેય નામનાં કૂતરાની છે જે તમારાં સહજ આનંદને ઉજાગર કરીને તમારા આત્માને ઢંઢોળતા કરી દે છે.
કૂતરાં અને માણસોની દુનિયાની સફર સાથે “સ્વ” ને ઓળખવાની ફિલોસોફીનો ખજાનો છે.

ત્રણ વાક્યો સતત તમને વંચાયાં કરે અને એનું ચિંતન સતત ચાલ્યા કરે.. 
1. તેમ કરવું મને જરૂરી લાગતું નથી.
2. હું જાણતો નથી.
3. તેવું હોઈ પણ શકે.

અને એક વાક્યથી થતો અંત..
1. મારા કહેવાનો આ અર્થ નથી.

આ નવલકથામાં માનવપાત્રો ને ગૌણ કરીને શ્વાનસંવાદ ને હાઇલાઇટ કર્યા છે.
પંચતંત્ર ની જેમ પ્રાણીઓના સંવાદ દ્વારા સરળતાથી સમજ આપવાનો પ્રયાસ થયેલ હોય એવું અનુભવાય છે. દરેક પાત્રોના નામ સંસ્કૃત અર્થમાં સુમેળ ધરાવે છે. પૃથા નામે એક વ્યક્તિને ત્યાં સદ્ભાવીની નામે કૂતરીને બે ગલુડીયા અવતરે છે જેમાં મોટાંનું નામ કૌલેકય અર્થાત્ જાતવાન કૂળ માં જન્મેલ, અને નાનાનું નામ સારમેય રખાય છે. આગળ સરમા નામે એક કૂતરી, અલર્ક, જીજ્ઞાસુ, અને વિશ્વકદ્રુ નામે અન્ય શ્વાનો નો ઉલ્લેખ આવે છે.
નવલકથા કોઇ આધ્યત્મ તત્વજ્ઞાનનો ગ્રંથ જેવી પણ સરળ અને પ્રેકટીકલ અનુભૂત વાકયરચનાઓ વાળી લાગે છે. ભગવદ્ગીતાના શ્લોકો, અને મહાભારતના પ્રસંગોને આવરીલીધાં છે. અંત્યોદય માટે સમાજસેવાના પ્રવૃતીઓ, એમાં થતી ગેરરીતિઓ, અધ્યાત્મના નામે સાધના આશ્રમોના ગુરૂ, ટ્રસ્ટીઓ અને સાધકોના વ્યહવારો વિગેરે નું માર્મીક અને આંખે જોયો અનુભવેલ વિવેચન થયેલ હોય એવું જણાઇ આવે છે.

ભગવદ્ગોમંડળ મુજબ અતરાપીનો અર્થ, “લાગતું વળગતું ના હોય તેવું”

વાંચવા માટે : “અતરાપી”, ને પ્રતિલિપિ પર વાંચો :
https://gujarati.pratilipi.com/story/%E0%AA%85%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80-wO83EXv5jDg3?utm_source=android&utm_campaign=content_share&fbclid=IwAR0jTfpUu14CcncG-jO0Y5AA9a6jkqF0x0OX__WtaNoCRRCrILSrHH7FTdA
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s