સોનમ વાન્ચૂક સાથે મુલાકાત

આજે સોનમ વાન્ચૂક ને મળી. અહી ICA (Indian for collective Actions) નામની સંસ્થા છે જે ૧૯૬૪ માં ૬ ગુજરાતીઓ એ ભેગા થઈને બનાવી. આ સંસ્થા ભારતમાં કામ કરતી સંસ્થાઓને ફંડ રેઝ કરી આપે. એટલે કે બધા પૈસાદાર લોકો પાસેથી પૈસા ઉઘરાવી ભારતની સેવા, ગુંજ જેવી અનેક સંસ્થાઓ ને પૈસા આપે. આ સંસ્થા ચલાવનાર બધા માણસો કરોડોપતિ છે એટલે ભ્રષ્ટાચાર નો કોઈ અવકાશ નથી. આ સંસ્થા વર્ષમાં નાનામોટા કાર્યક્રમ કરતી હોય જેમાં હું વોલેન્ટીયર કરવા જાઉં. પહેલી વાર ગઈ અને મારું કામ એટલું પસંદ આવ્યું કે ICA ની વાર્ષિક કાર્યક્રમમાં મને વોલેન્ટીયરની હેડ બનાવી અને ફરીથી ICA ના પ્રોગ્રામમાં જાવાની તક મળી.
પ્રોગ્રામ એક પબ્લિક હોલમાં હતો અને ૨૦૦ માણસો આવ્યા હતા. અને અલગ અલગ ભાષણો, એ લોકો એ વર્ષ દરમિયાન કરેલા કામોનો રીપોર્ટ અને એમના અલગ અલગ પ્રોજેક્ટ વિષે માહિતી આપતા વક્તાઓ એક પછી એક આવે. દર ૧૦ વ્યક્તિ ગોળ ટેબલ પર ગોઠવાયેલા હોય. અને ટેબલ પર પરબીડિયા(envelope) મુક્યા હોય. અને ફોર્મ. જેને જે પ્રોજેક્ટ માટે પૈસા દાન કરવા હોય એ વ્યક્તિ ચેક લખી કવરમાં મૂકી દે. બધા દાતાએ એકદમ સુટ-બુટ અને ઘરેણાથી સજ્જ આવે. વાઈન પીતા જાય અને પ્રોગામ માણે.. (મારા માટે આ અજીબ હતું! )
હવે મુખ્ય વાત એ હતી કે આ પ્રોગ્રામના મુખ્ય મહેમાન હતા – સોનમ વાનગ્ચૂક (૩ ઇડીયટમાં જે ફૂન્ચૂક વાનગ્ડું બતાવ્યો છે ને એ જ … લડાખમાં આ માણસ, સ્કુલ ચલાવે છે. ૪% સાક્ષરતા ધરાવતા એ વિસ્તારમાં આ માણસે ૧૦ વર્ષ માં ૭૫% સાક્ષરતા કરી દીધી છે. એણે પોતાની ભણતર વ્યવસ્થા વિકસાવી છે. (No Read, Write and Arithmetic but with 3 H (Bright Head, Skilled Hands, Kind Heart).
એમને બહુજ સરસ વાત કરી કે બાળકને વાંચીને, લખીને કે ગણિત શીખવાડીને બાળકનું મગજ ચોક્કસ વિકસશે. પણ એનું શરીર અને હ્રદય નહિ.. અને એના વગર બુદ્ધિશાળી માણસ બનશે પણ એ બુદ્ધિ ખરાબ કામમાં વાપરશે.
– એની શાળામાં માતૃભાષામાં જ ભણતર કરાવવામાં આવે છે, અંગ્રેજીને ભાષાની જેમ શીખવાડવામાં આવે છે 🙂
– એક સરસ વાત : એ નાના હતા ત્યારે એમની મમ્મી ને એમણે કીધું કે ગાય વેચીને ટ્રેક્ટર લઇ આવીએ.. સરળતા વધશે.. તો એની માંએ કીધું કે ટ્રેક્ટર લાવશું તો એ ગાયના છાણનું ખાતર નહિ લાવે અને એનાથી જમીનને ખાતર નહિ મળે. આખી સીસ્ટમ ખોરવાશે 🙂
– બહુ બધા અમેરિકન લોકો એને સાંભળવા આવેલા.. અને છેલ્લે એક અમેરિકન શિક્ષક ઉભી થઇ અને એને કહ્યું કે અમેરિકામાં શિક્ષણમાં તમે પીએચડી કરો ત્યારે તમને કોઈને શિક્ષણ આપવાના જે ૧૦ નિયમો અમે શીખીએ છીએ એ આ માણસ વગર પીએચડીએ અપ્લાય કરે છે. 🙂 🙂 This is the true education system of 21st century 🙂
એમની સ્કુલ વિષે :
 
સોનમ વાન્ક્ચૂક ની TED Talk:
Advertisements

Hear2read

logo

અત્યારે હું એક રસપ્રદ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છું. અહી ચાલતાં અમારા ગ્રંથ-ગોષ્ઠી ગ્રુપ વિષે તો મે અગાઉ વાત કરેલી. મહેન્દ્ર મહેતા આ ગ્રંથ-ગોષ્ઠી ચલાવે છે અને વર્ષોથી પાલો આલ્ટો, કેલીફોર્નીયામાં રહે છે. તેમના એક મિત્ર સુરેશ બજાજ hear2read પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

શું છે આ hear2read? – Android Text To Speech (TTS) App for Indian languages. એવી એન્ડ્રોઇડ એપ કે જે ભારતની પ્રાદેશીક ભાષામાં વાંચી સંભળાવે.
તમને થશે એમાં શું? પણ સુરેશ બજાજ અને એમના બીજા ૪ સાથી જે carnegie mellon university સાથે સંકળાયેલા છે, ભેગા મળીને આ એપ એટલા માટે બનાવી રહ્યા છે કે આંધળા લોકો પોતાની માતૃભાષામાં પુસ્તકો/સમાચાર વાંચી શકે!

નડિયાદમાં હતી ત્યારે પતંજલિ ચિકિત્સાલય ચલાવનાર મારા મિત્ર સુધા પટેલને (કે જેઓ જન્મથી અંધ છે) મે આવી જ TTS એપ વાપરતા જોયેલા પણ તે એપ હતી અંગ્રેજીમાં! (સુધાબેન લેટેસ્ટ ફોન અને લેપટોપ હજુ પણ વાપરે છે!) પણ એ બધું કોઈએ પ્રાદેશીક ભાષા માટે કર્યું નથી. IIT મદ્રાસને ભારત સરકારે કરોડો રૂપિયા આપ્યા પણ કોઈ આ કામ કરી શક્યું નહિ!
સુરેશ બજાજ અને એમની ટીમ કોઈ પણ પ્રકારના સરકારની મદદ વગર આ કામ કરી રહી છે. તેમણે ૭૫૦૦૦ $ તો ખર્ચી નાખ્યા છે. આ એપ મરાઠી, તમિલ અને તેલુગુ ભાષા માટે એપ સ્ટોર પર અવેલેબલ છે અને બીજી ભાષા માટે એ લોકો કામ કરી રહ્યા છે.

hear2read એપ કેવી રીતે બની?
હું ટુકમાં આ એપની પદ્ધતિ વિષે કહેવા માંગું છું. દા.ત. ગુજરાતી ભાષામાં જો એપ બનાવી હોય તો સૌથી પહેલા ગુજરાતી ભાષા બોલનાર કોઈ વ્યક્તિ શોધવું પડે. ૧૦૦૦૦ થી પણ વધુ અલગ અલગ ગુજરાતી વાક્યો બનાવેલો એમનો ડેટાસેટ તૈયાર કરવો પડે. પછી એ બધા વાક્યોનું વાંચન કરવાનું. વાંચનનો નિયમ એ કે એમાં કોઈજ ભાવ નહિ ઉમેરવા. ત્યારબાદ આ બધા વાક્યો મશીનમાં નાખવામાં આવે એટલે કે વાક્યોની text અને એનો રેકોર્ડ કરેલી speech બંને , પછી મશીનને ટ્રેન કરવામાં આવે જેને  Machine learning કહેવાય અને એમાંથી સિન્થેટિક વોઈસ જનરેટ થાય અને પછી એની એપ બને જે ગુજરાતી ની કોઈ પણ text ને speech માં કન્વર્ટ કરી આપે.
બધા જ પ્રકારની ટેકનોલોજી એમને તૈયાર કરેલી છે પણ સૌથી અઘરું કામ છે વોલેન્ટીયર શોધવાનું.
ગુજરાતી ભાષાની એપનું કામ ક્યારનુંય અટકેલું છે કેમ કે કોઈ ગુજરાતી રીડર મળતા નથી! છેલ્લે એમનો ભેટો મારી સાથે થયો! મને પહેલા ૪૦૦ વાક્યો આપવામાં આવ્યા અને એનું પઠન એકદમ પ્રોફેસ્સ્નલ રીતે સ્ટુડિયોમાં કરવામાં આવ્યું. કેટલા બધા રીટેક પછી ૪૦૦ વાક્યોનું રેકોર્ડીંગ થયું.પછી એ આખું રેકોર્ડીંગ મને આપવામાં આવ્યુ. મારે એમાંથી ૪૦૦ વાક્યો અલગ કરવાના(એમના એક સોફ્ટવેરથી) + ગુજરાતીના જે વાક્યો લખીને મને આપ્યા હોય એની જોડણી પણ સુધારવાની. આ બધું થતા ૧૫ દિવસ થાય! પછી આ બધા વાક્યો મશીનમાં જશે અને એમાંથી સિન્થેટીક વોઈસ બનશે અને એનાથી ગુજરાતીની text થી speech ની એપ બનશે 🙂

નોંધ : આ એપ તમને એપસ્ટોર પર સરળતાથી મફતમાં મળી જશે( અત્યારે મરાઠી,તમિલ અને તેલુગુ માટે મળશે)
વધારે જાણવા માટે : www.hear2read.com 
ન્યુઝ: http://www.cmu.edu/news/stories/archives/2016/august/hear2read.html

મને ખુબ આનંદ થશે કે મારી આ નાનકડી મદદથી હજારો આંધળા લોકો ગુજરાતી પુસ્તકો વાંચી શકશે 🙂

નવો પ્રયોગ

l

Bethak-Vachikam-Dipal patel મિત્રો , ઘણા વખતથી વિચાર આવતો હતો કે પુસ્તક પરબના હેતુ ને સિદ્ધ કરવા શું કરવું ,પરબમાં પુસ્તકો તો આપ્યા નવી ટેકનોલોજી દ્વારા બ્લોગમાં પુસ્તકો મુક્યા પણ આપણા વડીલો ઉમર સાથે વાંચી ન શકે ત્યારે શું કરવું ?માટે ઓડીઓ બનાવી સારા પુસ્તકો વડીલોને સાંભળવા આપવા તો, દીપલબેન ની મદદ થી આ ઓડીઓ આજે […]

via નવા વર્ષમાં “બેઠક”સહર્ષ રજૂ કરે છે.વાચિકમ — “બેઠક”

વૃક્ષિકાની વાર્તા

૮-૯-૧૦ ધોરણમાં હું ગણિત વિજ્ઞાનના ટયુશનમાં જતી. સર નું નામ હતું પરમાનંદ વ્યાસ. મારા જીવનમાં મારા માં-બાપ કરતા પણ જેમને મારું વધારે ઘડતર કર્યું એ વ્યક્તિ 🙂 એમની ભણાવાની રીત જ કઈક અનેરી હતી.. દેશપ્રેમની, ભગવત ગીતાની , દેશ વિદેશની , એમના અનુભવોની ઢગલો વાતો કરતા. એમને અમને એક વખત કહેલું કે આપણો જન્મ થાય અને લાકડાના ગોડીયામાં ઊંઘીએ, ઘરમાં ફર્નીચર,ભણીએ બેંચ પર, છેલ્લે મરીએ ત્યારે પણ લાકડા જોઈએ સળગાવવા, આખું જીવન ઓક્સીજન લઈએ. એટલે જો તમારે કુદરતના દેવામાંથી મુક્ત થવું હોય તો પ્રત્યેક વ્યક્તિએ મરતા પહેલા ૫ ઝાડ ઉછેરવા. ત્યારે જ તમે કુદરતના દેવામાંથી મુક્ત થાઓ 🙂 મને એ વાત મનમાં ઘર કરી ગઈ હતી. અમારા ફ્લેટમાં દર ૫ જુને અમે બધા બાળકો ૫ ઝાડ રોપીએ,ઉછેરીએ 🙂
પછી હું વિદ્યાનગર ભણી ૪ વર્ષ – કોમ્પ્યુટર એન્જીનીયરીંગ કર્યું અને પછી ગુજરાતની પહેલી મહિલા એન્જીનીયરીંગ કોલેજમાં લેકચરર તરીકે ૨.૫ વર્ષ નોકરી કરી 🙂 મારા સર જેમ અમને ભણાવતા અને દેશપ્રેમ શીખવતા એમ જ મે મારી વિદ્યાર્થીનીઓને શીખવ્યું 🙂 હું જયારે ભણતી હતી ત્યાંરે વિદ્યાનગર રોજ અપડાઉન કરતી.. વિદ્યાનગર મને ખુબ ગમતું શહેર.. ચારેબાજુ મોટા વિશાળ ઝાડ થી ઘેરાયેલા રસ્તાઓ 🙂 ખબર નહિ મને વિચાર આવ્યો ક મારા ઘરથી મેન રોડ સુધી હું ઝાડ વાવું તો??
પહેલા મમ્મીને કરી વાત.. મમ્મી હમેશની જેમ સહમત થઇ અને છેક સુધી મદદ કરી મને. અનુજને જણાવ્યું. અનુજ પણ મમ્મીની જેમ કાયમ મને મદદ કરે પ્રોત્સાહન આપે. પપ્પાએ અવગણ્યું. મે બીજી વાર કહ્યું.. એમને ના સાંભળ્યું. બહુ બધી વાર કીધું અને ગુસ્સે થયા કે સમાજ અને દેશને સુધારવાનો ઠેકો લીધો છે તે? આવું ગાંડપણ ના કરાય.. તું ફ્લેટ માં રોપે જ છેને આમ મેન રોડ પર ઝાડ ના રોપાય. મે કીધું કે મારે રોપવા જ છે.. એમને કીધું તારે જે કરવું હોય એ કર હું ના જાણું. પછી હું ગઈ ફોરેસ્ટ ઓફિસરને મળવા.. DFO .. બધી વાત કરી એમને.. તેઓ ખુશ થયા મને છોડ મફતમાં આપવા તૈયાર થયા પણ એની ફરતે ટ્રી-ગાર્ડની વ્યવસ્થા કરવાની ના પાડી.. હું નગરપાલિકામાં ગઈ મને પરવાનગી તો મળી પણ ફરી એજ તકલીફ.. હું નડિયાદના મોટા માથા ગણાતા પૈસાદાર માણસો પાસે ગઈ પણ એ લોકો ના તો મને ઓળખતા હતા ના મારી ઈચ્છાને તો એ લોકો દાન આપવાની ના પાડી..
પછી મે નક્કી કર્યું કે કેટલો ખર્ચો થાય હું તો જોઉં? આખા નડિયાદ શહેરના ટ્રી-ગાર્ડ બનાવતા દરેક વ્યક્તિ ને મળી .લોખંડ ના ટ્રી-ગાર્ડ- ૮૦૦ રૂ. , સિમેન્ટના ૧૫૦૦ રૂ., લાકડાના સસ્તા પણ લોકો લાકડા લઇ જાય. એટલે ઈટના બનવાનું નક્કી કર્યું . કીમત ૩૮૫ રૂ. . પપ્પા પાસે આશા જ ન હતી કેમ કે ગુસ્સે થશે એની બીક હતી.. હા હા
૫૦ ઝાડ * ૩૮૫ રૂ. = ૧૯૨૫૦ + છોડ અને અન્ય ખર્ચો  = ૨૨૦૦૦ રૂ.
એટલે મે જ બધા પૈસા કાઢ્યા. ક્યાંથી? હું જ્યારથી સમજણી થઇ ત્યારથી દિવાળીમાં કે ભેટમાં આવે એ પૈસા એક ગલ્લામાં મુકતી હતી. મારો ૧૫ વર્ષ જુનો ગલ્લો તોડ્યો.. પૈસા નીકળ્યા ૧૯૦૦૦ 🙂 બાકીના ખૂટતા મમ્મીએ એના સેવીન્ગમાંથી આપ્યા 🙂
હવે હું નીકળી જ્યાં જ્યાં ઝાડ રોપવા હતા એ બધાના ઘરે જઈને મળવા.. બધાને સમજાવ્યું અને બધાને એક કાગળ પર સહી કરાવી કે મારા ઘરની સામે જે ઝાડ ઉછરે એને કદી નુકશાન પહોચાડીશ નહિ 🙂 નગરપાલિકામાંથી પરવાનગી લઇ આવી. ઝાડ કયા રોપવા એ પણ નક્કી કર્યું. ગુલમહોર, સપ્તપર્ણી, રેન ટ્રી, ગરમાળો, છાયા લીમડી. પછી નક્કી કર્યું માટી લાવવાનું. ઘરની પાછળના ખેતરમાંથી ખેડૂત જોડે વાત કરી આવી હતી. હવે આવ્યું ઈટ અને સિમેન્ટ. ઈટ વિષે નક્કી કરી આવી. એક ટ્રી-ગાર્ડ ૫ ફૂટ ઉચું કરવું હોય તો દરેકમાં ૬૦ ઈટ વાપરાય એટલે ૬૦*૫૦ = ૩૦૦૦ ઈટ જોઈએ. પછી એક સાદામાં સાદા કડિયાદાદા ને મળી જે તૈયાર થયા એને ચણવા. બધું એકદમ તૈયાર હતું બસ હવે તારીખ નક્કી કરી, કામ શરુ કરવાનું હતું.
૨૩ ઓગસ્ટ,૨૦૧૦ એ ૪ દિવસની રજા આવતી હતી કોલેજમાં. બિંગો! કામ થઇ ગયું. હવે બધા જોડે નક્કી કરી આવી. ફ્લેટમાં આગલા દિવસે ઈટો આવી. એને ૫ અલગ અલગ ભાગ માં મુકાવડાવી. હજુ સુધી પપ્પાને ખબર જ ન હતી કે હું આ કામ કરવા જઈ રહી છું. બપોરે બધા ઝાડ ગાડીમાં હું અને અનુજ લઇ આવ્યા અને નીચેના રૂમમાં મૂકી દીધા. સવારે મજુરી ભરાય ત્યાંથી બે મજુરો ને લઇ આવીને ખાડા ખોદાવી દીધા. ખેતરમાંથી માટી આવી ગઈ.સિમેન્ટ આવી ગયો. પપ્પા કોલેજથી આવ્યા અને પૂછે આ ઈટો કોના ત્યાં આવી છે? ફ્લેટમાં તો કઈ કામ કરાવાનું નથી? મે ધીમેથી કીધું પપ્પા એ આપણા ઘરે આવી છે કાલથી હું વૃક્ષારોપણ શરુ કરું છું. પપ્પા ગુસ્સે થયા પણ મને વિશ્વાસ હતો કામ થશે પછી ખુશ જ થશે 🙂
બીજા દિવસે સવારે ૮ વાગે અમે કામ શરુ કર્યું. હું, અનુજ , મમ્મી, કડીયાકાકા, અને બીજા ૩ કામદાર.અમારું કામ ઝાડ રોપવાનું, પાણી પાવાનું અને કડીયાકાકા એની ફરતે  ટ્રી-ગાર્ડ બનાવે. બીજા ૩ કામદારો પણ હતા એ લોકો પણ  ટ્રી-ગાર્ડ બનાવે. મારી મમ્મી બધાનું જમવાનું કરે. અને પાણી અને ખાવાની સગવડ પૂરી પાડે. પછી કામ ધીમું પડતું હતું એટલે અમે પણ ચણવાનું શીખી લીધું અને  ટ્રી-ગાર્ડ બનાવવા લાગ્યા. સાંજે ૫ વાગ્યા પપ્પા કોલેજથી આવ્યા અને પછી સ્કુટર લઈને અમે જ્યાં  ટ્રી-ગાર્ડ બનાવતા હોઈએ ત્યાં ઈટો આપી જાય 🙂 મને ખબર જ હતી કે હું કરીશ પછી પપ્પા બહુ ખુશ થશે ને એમ જ થયું 🙂 3 દિવસ સવારે ૮ થી સાંજે ૭ સુધી કામ ચાલ્યું અને ૫૦ ઝાડ રોપાઈ ગયા. 🙂
હવે સૌથી અઘરું કામ શરુ થયું, ઝાડને ઉછેરવાનું. એક દિવસ છોડીને એક દિવસે હું સાંજે કોલેજથી ૬ વાગે આવું એટલે મમ્મી ૪ ડોલ લઈને તૈયાર હોય અનુજ આવી જાય પછી અમે ૩, ૫૦ ડોલ પાણી પીવડાવીએ ત્યાના નજીક ના ઘરોમાંથી લઈને. દર મહીને ખાતર નાખીએ. લોકો  ટ્રી-ગાર્ડને કચરાં-પેટી સમજીને ઢગલો કચરો નાખે એ સાફ કરીએ. કોઈની મદદની કે વખાણની આશા વગર કામ કર્યે જ રાખ્યું 🙂 એક વર્ષ અમે મારા  ઝાડને પાણી પીવડાવાનું હોય એટલે ક્યાય બહાર ગયા ન હતા 🙂 જઈએ તો અમારા ૩ માંથી એક તો હોય જ 🙂 એ ઝાડ જાણે મારાં મિત્રો બન્યા. એ રસ્તા પર રોજ કોલેજ જવા માટે ચાલીને જાઉં અને સવારે એ બધાને મળીને જવાની મજા જ કઈક
અલગ હોય 🙂 દિલમાં એક માત્ર ખુશી અને સંતોષ કે મારા સરે કહેલું કામ પૂરું કર્યું અને કુદરતને કઈક પાછુ આપ્યું 🙂
ઘણાય લોકોએ દગો આપ્યો અને એક જ રાતમાં ઝાડ અને ટ્રી-ગાર્ડ બંને સાફ થઇ જાય, એવા સાફ થાય કે એક ઈટ પણ ના દેખાય! બહુ ગુસ્સો આવતો પણ ભગવાન આ માણસો ને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી ભૂલવાનો પ્રયત્ન કરતી 🙂 ઘણા સારા અનુભવો થયા. એક બહેન એક દિવસ મારી પાસે આવીને કહે કે તમારું કામ જોઇને મે પણ મારી સોસાયટીમાં ૫ ઝાડ રોપ્યા અને ઉછેરું છું. વાહ! મેં કરેલા કામને કોઈક તો સમજ્યું 🙂 “Being an example is more powerful than giving an example” હું ખુશ થઇ કે હું કોઈના કાર્ય કરવા માટેનું ઉદાહરણ બની 🙂
એક આંટીએ મને એક પુસ્તક ભેટમાં આપ્યું જેમાં એમને લખ્યું હતું કે “તે કરેલા વૃક્ષારોપણના મહાન કાર્ય માટે તને ભેટ” 🙂
રસ્તે આવતા કેટલાય લોકો મને અભિનંદન આપતા જાય 🙂 “બહેન તારી ધીરજ અને ધગશ ને ધન્ય છે” એમ કહેતા જાય 🙂
મારા એ સરનું ઘર મારા ફ્લેટની બાજુમાં જ છે એટલે એ સર રોજ સવારે ચાલે એ રસ્તા પર અને મને યાદ કરે. મારું નામ એમને “વૃક્ષિકા” પાડ્યું 🙂 એ ખુબ જ ખુશ થયેલા મારા માટે એ બહુ ખુશીની વાત હતી 🙂
એ વિસ્તારમાં બધા મને એટલા ઓળખતા થયા કે કોઈને એમ કહો કે આ ઝાડવાળા બેનનું ઘર ક્યાં? તો મારા ઘરે મૂકી જાય 🙂 ઢગલો પક્ષીઓ મારા ઝાડ પર રહે છે.  એક ઝાડ નીચે સાયકલવાળા ભાઈ એમનો ગલ્લો ચલાવે છે અને બીજા નીચે ઈસ્ત્રીવાળા ભાઈ. ઢગલો ફળ-શાકભાજીની લારીવાળા ભાઈઓ અને ગાય-કુતરા બપોરે મારા ઝાડ નીચે સુવે છે. મારા ઝાડને તોડી નાખનારા લોકો એમની ગાડીઓ બીજા ઝાડ નીચે મુકે છે! મને તો ત્યાં સુધી ખબર પડી છે કે અમારા વિસ્તારના નગરપાલિકામાં કામ કરતા એક ભાઈએ પોતાના નામ હેઠળ મારા ઝાડ લખાવ્યા છે!
પણ મને કઈ ફરક નથી પડતો. મારું નામ તો ઉપરવાળાએ લખી દીધું હશે ક્યાંક એનો આનંદ છે 🙂
ફોટા:
આ રોડ જ્યાં ઝાડ રોપવા હતા.
Tree (9)
ટ્રી-ગાર્ડ બનાવી રહેલા કડીયાકાકા અને કામદારો- પાછળ મમ્મી
Tree (10)
પાણી પીવડાવતો અનુજ.
Tree (4)
કામ પતી ગયા પછી કરેલી આઈસ્ક્રીમ પાર્ટી.
Tree (2)
આ બધા ઝાડ જે અત્યારે વૃક્ષ છે 🙂
Tree (1)
૨ વર્ષ પછી લેવાયેલ ફોટો.
Tree (5)
સાયકલ વાળાનો ગલ્લો
Tree (6)
છાયડો 🙂
Tree (7)
પહેલા
Tree (3)
૨ વર્ષ પછી
Tree (8)
આ હતી મારી વાર્તા.. ! આશા રાખું છું કે બીજા કોઈની આવી જ વાર્તા મને જલ્દી વાંચવા મળે 🙂

ગુજરાતી કેવી રીતે લખવું?

ફાધર વાલેસ કહેતા કે ગુજરાતી ભાષા જેટલી સરળતા તમને બીજે ક્યાય મળે તો માનજો કે તમે નવી શોધ કરી છે.. 🙂 આ વાત ગુજરાતી ભાષાને કોમ્પ્યુટર કે ફોનમાં લખવા બાબતે પણ એટલી જ સાચી લાગે છે મને. જોઉં છું કે ઘણા બધાને ફોન અને કોમ્પ્યુટરમાંથી ગુજરાતી કેવી રીતે લખવું એનો પ્રશ્ન સતાવતો હોય છે. મે ઘણા બધાને શીખવ્યું તો થયું લાવ એનો બ્લોગ જ લખી દઉં જેથી જેને શીખવું હોય હું તરત જ આ બ્લોગ મોકલી શકું.

(૧) કોમ્પ્યુટરમાંથી કેવી રીતે લખવું?

ગુગલના આપણા ઉપર ઘણા બધા ઉપકાર રહ્યા છે. એમાં આ એક નવું ઉમેરાશે. Google Input Tools.
Google Input Tools – આ સોફ્ટવેર તમે તમારા કોમ્પ્યુટરમાં નાખીને પછી કોઈ પણ ભારતીય ભાષામાં લખી શકશો. તમે google નું સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરમાં નાખી શકો છો જેથી તમે ઈન્ટરનેટ વગર પણ એને વાપરી શકો અને કોમ્પ્યુટરમાં word કે powerpoint માં લખી શકો છો. એના માટે આ લીંક પર ક્લિક કરો અને એક નવું પેજ ખુલશે.
http://www.google.com/inputtools/windows/

9.png

હવે તમને જોઈતી ભાષાને જમણી બાજુના લીસ્ટમાંથી સિલેક્ટ કરો.મે ગુજરાતી અને હિન્દી સિલેક્ટ કરી છે. કર્યા પછી નીચેના નાના બીજા ચોરસ (I agree to the Google…) ને સિલેક્ટ કરી વાદળી રંગના Download બટન પર ક્લિક કરો.setup download થઇ જશે જે તમે કોમ્પ્યુટરના સૌથી નીચે ડાબી બાજુ જોઈ શકશો તેના પર ક્લિક કરો.10.png

એક નવી વિન્ડો ખુલશે તેમાં Installation ને yes કહી સોફ્ટવેરને તમારા કોમ્પુટરમાં install કરી દો.

હવે બધું બંધ કરી દો. તમારું કામ થઇ ગયું છે. હવે તમારા કોમ્પ્યુટરમાં છેક નીચે અને જમણી બાજુ Google Input Tools ગોઠવાઈ ગયું છે. તેના પર ક્લિક કરશો એટલે તમે નાખેલી ભાષાનું લીસ્ટ આવશે. બસ હવે જે ભાષામાં લખવું હોય એ સિલેક્ટ કરો અને જ્યાં લખવું હોય ત્યાં લખવા માંડો.! પાછુ અંગ્રેજીમાં લખવું હોય તો ફરીથી એ icon પર ક્લિક કરી English સિલેક્ટ કરો એટલે પાછા હતા એવા ને એવા!

14.png

(૨) એન્ડ્રોઇડ ફોનમાં કેવી રીતે લખવું?

ફરીથી Google દેવતાની અસીમ કૃપાથી ફોનમાં પણ ગુજરાતી સરળતાથી લખી શકાય એની વ્યવસ્થા પણ આપણને googleએ કરી આપેલી છે.

સૌથી પહેલા તમારા ફોનમાં Play Store Application ખોલો. જેમાં ઉપરના બોક્સમાં Google Indic Keyboard લખો અને enter દબાવો. તો application નું લીસ્ટ આવશે જેમાં સૌથી પહેલી એપ પર ક્લીક કરો અને ખોલો.

એ એપને install કરો જેમ સામાન્ય બીજી એપ install કરો છો એમ જ. install થઇ જાય એટલે બધું બંધ કરી Settings ખોલો. તેમાં Languages & Input ખોલો પછી Virtual Keyboard મેનુમાં જઈને Google Indic Keyboard સિલેક્ટ કરી દો.

હવે કીબોર્ડ ખોલો. કેવી રીતે ખોલશો? તમારા કોઈ મિત્રને મેસેજ કરો ત્યારે કીબોર્ડ ખુલે જેના પર બધા અક્ષરો લખીને આવે. તો મેસેન્જર ખોલો. તમારે હવે Google Indic Keyboard સિલેક્ટ કરવું પડશે.એના માટે કીબોર્ડ ની સૌથી લાંબી spacebar કીને ૨ સેકંડ માટે દબાવી રાખો. એટલે એક મેનુ આવશે જેમાંથી Google Indic Keyboard સિલેક્ટ કરો.

હવે તમે જોઈ શકશો કે નીચે કીબોર્ડમાં ડાબી તરફ ‘abc’ લખેલું છે અને એની બાજુમાં કઈક સિમ્બોલ દેખાય છે. એના પર ક્લિક કરશો એટલે નવી વિન્ડો ખુલશે જેમાંથી તમે ગુજરાતી સિલેક્ટ કરી OK કરી દો.

હવે તમે જોઈ શકશો કે કીબોર્ડમાં ‘abc’ અને તેની બાજુમાં ‘અ’ લખાઈને આવે છે. હવે જયારે તમારે ગુજરાતીમાં લખવું હોય ત્યારે બસ એ ‘અ’ પર ક્લિક કરવાનું અને જયારે પાછું અંગ્રેજી લખવું હોય તો ‘abc’ પર. હવે લખવાની રીત વિષે વાત કરીએ.
૨ રીતથી ગુજરાતી લખવાની સુવિધા છે. (૧) kem cho? -> કેમ છો? (એટલે કે તમે અંગ્રેજીમાં લખશો અને ગુજરાતીમાં લખાશે) (૨) કેમ છો? (એટલે કે કક્કો આપેલ હોય એમાંથી શોધીને લખવાનું).
હવે તમે ‘અ’ પર ક્લિક કરશો ને એટલે તમને ૨ રીત વિષે દેખાડશે. (૧) lakho -> લખો (૨) લખો. એક પછી એક સિલેક્ટ કરશો એટલે સમજી જશો.

તો હવે લખવા માંડો …. કહો ગુજરાતી લખવું છેને સરળ?

ગ્રંથ-ગોષ્ઠી

અહી દર મહીને ૨૦-૨૫ માણસો કોઈકના ઘરે ભેગા થઈને પુસ્તક વાંચન અને ચર્ચા કરે છે.ટુકમાં ગ્રંથ-ગોષ્ઠી કરે છે. આ ગ્રંથ-ગોષ્ઠીનો ભાગ થવાનો લાભ મને મળ્યો. ગુજરાત સ્થાપનાના દિવસે (૧/૫/૨૦૧૬) મનીષાબહેનના ઘરે બપોરે ૪ થી ૫:૩૦ સુધી કાર્યક્રમ હતો. દરેક સભ્ય પોતે વાંચેલા પુસ્તકમાંથી કોઈક ફકરો કે કવિતા કે કઈ પણ વાચી શકે અને પછી એના પર ચર્ચા થાય 🙂 અનુભવ બહુજ સરસ રહ્યો. મે પન્નાલાલ પટેલની નરસિહ મહેતા પુસ્તકની વાત વાચી. એક બહેને સંતુરંગીલી નાટકનો એક સંવાદ વાચ્યો. તો tahuko.com ના સ્થાપક જયશ્રીબહેને અર્ધી સદીની વાચનયાત્રા પુસ્તકમાંથી ઉમાશંકર જોશીએ લખેલ નવી અને જૂની પેઢીના કવિતા સાથેના સંબંધ વિષે વાચ્યું.

એક કાકા એ વાંચેલ ‘જીવને મને શું શીખવ્યું?’ પુસ્તકમાંથી સુરેશ દલાલે કરેલી એક વાત ગમી ગઈ કે “હજુ મે મારી ભીતર એક બાળકને સાચવી રાખ્યું છે”. ઘણી બધી વાતો અને કવિતાઓ સાંભળવાની મજા પડી.

 

બેઠક

અહીં બેઠક કરીને એક ગ્રુપ છે જે ગુજરાતી વાંચન અને સર્જનનું કામ કરે છે.દર મહિને બધાને અલગ અલગ વિષય આપે જેના પર કૈક લખીને બ્લોગ પર મુકાય અને બધા વાંચે. મહિને એક વખત બધા ભેગા થાય અને ગુજરાતી સાહિત્યની વાતો થાય.

બેઠક નો બ્લોગ: https://shabdonusarjan.wordpress.com/

unspecified-10

હું એક મહિનાથી એ ગ્રુપની સભ્ય છું. કાલે(૨૯/૦૪/૨૦૧૬) એમની મીટીંગમાં ગઈ હતી. બધા બહુજ મજાના માણસોને મળી. વાંચનની પરબ પણ ચાલે છે જ્યાં તમે ત્યાં મુકેલા પુસ્તકો વાંચવા લઇ જઈ શકો.

મોટાભાગનાના મેમ્બર 50 વર્ષ ઉપરના છે.. અને બધા ખુબ વાંચે છે અને નવા લેખકો અને કવિઓ બની રહ્યા છે. તમને બહુજ પ્રોત્સાહન આપવામાં આવે ત્યાં. 🙂

IMG_20160429_211553.jpg

કાલે એક સરસ સર્જકને મળી. 85 વર્ષના બા. 85 વર્ષની ઉંમરે દરરોજ કોમ્પ્યુટર પર ગુજરાતી ટાઈપ કરે છે અને વાર્તાઓ અને કવિતાઓ લખે છે.

બધાએ બહુજ સરસ આવકાર આપ્યો અને મેં લખેલી વાર્તા પણ બધાને ખુબ ગમી 🙂
કાર્યક્રમનો અહેવાલ: https://shabdonusarjan.wordpress.com/2016/05/01/4976/

 

 

ગમતી કવિતાઓ

એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !

તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…
– માધવ રામાનુજ


આખો સાગર નાનો લાગે
જ્યારે “મ” ને કાનો લાગે…

 


માળો ન બાંધ મારા મન, કોઈ ડાળ પર માળો ન બાંધ મારા મન ,
માળાની છાયાની માયા શું આપણે ? જ્યાં આપણું છે આખુય આ વન!


સખી, અતરની શીશીમાં મોહ્યા

દૂરની સુગંધો પર માંડીને મીટ અમે આંગણના મોગરા ખોયા

વાયરા પલાણ્યા, વંટોળિયાઓ બાંધ્યા પણ ઓળખ્યા ના પોતાના શ્વાસને

એટલું ન સમજ્યા કે થાતું શું હોય છે ઝાકળ બંધાય ત્યારે ઘાસને

મલક્યાનો હોઠવગો ભૂલી મલક અમે નક્શાના ગામ કાજ રોયા

સખી, અતરની શીશીમાં મોહ્યા

આપણે પણછ થકી છૂટેલાં તીરેઅ નથી જેને ના હોય પાછું વળવું

કેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું સાવ છે સહજ ભૂલા પડવું

ઝાઝા ના દૂર હવે રાખો સખી કે અમે ધબકારા છાતીવછોયા

સખી, અતરની શીશીમાં મોહ્યા

સંદીપ ભાટીયા


અમેરિકામાં સંસ્કૃત

Www.samskritabharatiusa.org સંસ્થા છે જે અમેરિકામાં અલગ અલગ શહેરમાં સંસ્કૃત ભાષા શીખવાડે છે.. ઘેર બેઠા પણ ભણી શકાય એવા કોર્સ લઇ શકાય એમ છે. અનુજના ઓફિસમાં આ સંસ્થાના એક બહેન 5 દિવસ દરરોજ 1 કલાક સંસ્કૃત શીખવાડવા આવે છે.

ક્લાસ ગૂગલમાં કામ કરતા કર્મચારીઓ માટે જ છે, પણ અનુજ સાથે હોય તો હું ભણી શકું એટલે અનુજ પણ મારી સાથે શીખવા આવે છે. (૩૦/૦૩/૨૦૧૬)

ભણાવાની રીત બહુજ સરસ છે. શિક્ષિકા ફક્ત સંસ્કૃતમાં જ વાત કરે.બોલીને, ઢગલો ઉદાહરણ આપીને શીખવાડે છે. અમારી સાથે બોલાવડાવે, એક શ્લોક, એક નાની વાર્તા, નાનું નાટક ભજવે અને નવા શબ્દો શીખવે.

અમે ક્રિયા, ક્રિયાપદ, એકવચન, બહુવચન, સંખ્યા, ઘડિયાળ જોતા શીખ્યા. અમારા ક્લાસમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભારતીય છે, અને ચાયનીઝ પણ 🙂

Samskrit (1)
આમ સંસ્કૃત અને અંગ્રેજી બંનેમાં લખ્યું હોય એવું એક કાગળ આપેલુ છે અમને.
Samskrit (2)

મે કોઈને ખબર ના પડે એ રીતે પાડેલો ફોટો ..

કવિતાઓ

ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,
પણ ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?

કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,
પણ દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે ?

ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,
પણ અમથું અમથું ક્યાં ફરીથી
કોયલ સંગ ટહુકી શકાય છે ?

મિત્રો સંગે તાળી દઈ હજુ એ
જોને ખિલખિલ હસી શકાય છે ,
પણ મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?

જા તારી કિટ્ટા છે કહીને હજુ એ
પળમાં દુશ્મની કરી શકાય છે ,
પણ બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે ?

મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે ,
પણ ફરી પાછું નાના થઇ જવું ?
ક્યાં કોઈનાથી પણ થવાય છે..

—————————————

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.
-પન્ના નાયક

કવિયત્રીના મોઢે કવિતા સાંભળવાનો અનેરો આનંદ મેળવ્યો 🙂 28/02/2016

—————————————————-

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દોડતાં જઈને મારી રોજની
બાંકડીએ બેસવું છે,

રોજ સવારે ઊંચા અવાજે
રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાં
પહેલા પાને ,

સુંદર અક્ષરે મારું નામ
લખવું છે.

…મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ
ફેંકી,

નળ નીચે હાથ ધરી પાણી
પીવું છે.

જેમ તેમ લંચબોક્સ
પૂરું કરી…

મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-
કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ
બનાવી ક્રિકેટ રમવું છે,

કાલે વરસાદ પડે તો નીશાળે
રજા પડી જાય ,

એવાં વિચારો કરતાં રાતે
સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ
માટે…

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ
જોતાં,

મિત્રો સાથે ગપ્પાં મારતાં
વર્ગમાં બેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ
કરીને,

સાઈકલની રેસ લગાવતાં ઘેર
જવું છે.

રમત-ગમતના પીરીયડમાં…

તારની વાડમાંના બે તાર
વચ્ચેથી સરકી બહાર ભાગી
જવું છે.

તો ભાગી જવાની મોજ
અનુભવવા…

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દીવાળીના વેકેશનની રાહ
જોતાં,

છ માસીક પરીક્ષાનો અભ્યાસ
કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને
પગથી તોડી,

હાથ ધોયા વિના ફરાળની
થાળી પર બેસવું છે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા
પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા
શોધતાં ફરવું છે.

વેકેશન પત્યા પછી બધી
ગમ્મતો દોસ્તોને કહેવા…

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના
બોજ કરતાં ,

પીઠ પર દફતરનો બોજ
વળગાડવો છે….

ગમે તેવી ગરમી મા
એરકંડીશન્ડ ઓફીસ કરતાં,

પંખા વીના ના વર્ગમાં બારી
ખોલીને બેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે
ઓફીસની આરામદાયક ખુરશી
કરતાં,

બે ની બાંકડી પર ત્રણ
દોસ્તોએ બેસવું છે…

“બચપણ પ્રભુની દેણ છે”-
તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં
આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તે
સાહેબને પુછવા માટે…

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા
થવું હતું…

આજે જયારે મોટો થયો ત્યારે
ખ્યાલ આવે છે કે,

“તૂટેલા સ્વપ્નો” અને
“અધુરી લાગણીઓ” કરતા-

“તૂટેલા રમકડા” અને
“અધૂરા હોમવર્ક” સારા હતા..

આજે સમજાય છે કે જયારે
“બોસ” ખીજાય એના કરતા,

શાળા માં શિક્ષક “અંગુઠા”
પકડાવતા હતા એ સારું હતું…

આજે ખબર પડી કે ૧૦-૧૦
રૂપિયા ભેગા કરી ને જે
નાસ્તા નો જે આનંદ આવતો
હતો એ આજે “પીઝા” મા
નથી આવતો…

ફક્ત મારેજ નહી,
-કદાચ આપણે બધાને ફરી સ્કુલે
જવું છે…

———————————————-

ચાલ મળીને એક ધગધગતું તાપણું સળગાવીએ

ઠરી ગયેલા શબ્દો માં કુણી લાગણીઓ ભડકાવીએ

તું અહમ રૂપી લાકડા સળગાવ
હું વહેમ રૂપી ફૂંક ને બાળું

ઉષ્મા ભર્યા વાતાવરણ માં જાત ને શેકીયે
કંકાસ ના કવચ કુંડળ કાઢીને ફેકીયે

આકાશે ઉઠતી ધુમાડા ની સેર માં જુદાઈ ને વળાવીએ
મિલન નાં મીઠા તણખાઓ ને ગળે લગાડીએ

ચાલ બધું ભૂલી ને એક તાપણું સળગાવીએ

થર થર ધ્રુજતી આ ઠંડી માં અનોખો તેહવાર મનાવીએ !

—————————————————–

દિલ પણ તારું
મરજી પણ તારી
પણ એક વાત કહું
તને મઝા પડશે

એક સોમવારે
કામ કાજ માંડી વાળી ને
બેફામ રખડ
સાચ્ચું કહું મઝા પડશે

બધા રચ્યા પચ્યા હશે કામ માં
તને કોઈ નહિ નડશે
સાચું કહું મઝા પડશે

મોબાઇલ બાજુએ મૂકી ને
હરજે ફરજે
બહુ ફરક પડશે
સાચું કહું મઝા પડશે

ખુલ્લી હથેલીયો પર
વરસાદી પોરાં ઝીલજે
ંહૈય્યે ઠંડક પડશે
સાચું કહું મઝા પડશે

નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી
તને બાળપન જડશે
સાચું કહું મઝા પડશે

પેહલાં પણ જીવતા હતા
એવું વર્ષો પછી ખબર પડશે
સાચું કહું મઝા પડશે

બહુ બહુ તો શું થશે
એક રજા પડશે
પણ સાચું કહું
મઝા પડશે !!

—————————————

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
 
લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના તરુવરપર પથરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો..
 
ચારેકોર ઘુમતાને લઇ લઇ પીચકારી હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છુટે લાડકડો લાડ લૂટે, ઉરમાં ઉમંગ સમાયો..
 
ગોરી ગોરા છોરા છોરી કરતાજી ડોરાડોરી ફાગણને લેતા વધાયો
હોળી કેરાં રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો… ( હોળીના દિવસે 22/03/2016)
kesudo